Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ហ្វូរកន   អាយ៉ាត់:
اَمْ تَحْسَبُ اَنَّ اَكْثَرَهُمْ یَسْمَعُوْنَ اَوْ یَعْقِلُوْنَ ؕ— اِنْ هُمْ اِلَّا كَالْاَنْعَامِ بَلْ هُمْ اَضَلُّ سَبِیْلًا ۟۠
૪૪. અથવા તમે એવો વિચાર કરો છો કે તેમના માંથી વધારે પડતા લોકો સાંભળે છે અને સમજે છે, તેઓ તો તદ્દન ઢોર જેવા છે, પરંતુ તેના કરતા પણ વધારે ભટકેલા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَلَمْ تَرَ اِلٰی رَبِّكَ كَیْفَ مَدَّ الظِّلَّ ۚ— وَلَوْ شَآءَ لَجَعَلَهٗ سَاكِنًا ۚ— ثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَیْهِ دَلِیْلًا ۟ۙ
૪૫. શું તમે જોતા નથી કે તમારો પાલનહાર છાંયડાને કેવી રીતે ફેંલાવી દે છે? જો તે ઇચ્છતો તો તેને રોકી લેતો, પછી અમે સૂર્યને તેના પર પુરાવા રૂપે રાખ્યો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ثُمَّ قَبَضْنٰهُ اِلَیْنَا قَبْضًا یَّسِیْرًا ۟
૪૬. પછી (જેમ જેમ સૂર્ય બુલંદ થતો જાય છે) અમે તે છાયડાને ધીરે ધીરે અમારી તરફ ખેંચી લઈએ છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَهُوَ الَّذِیْ جَعَلَ لَكُمُ الَّیْلَ لِبَاسًا وَّالنَّوْمَ سُبَاتًا وَّجَعَلَ النَّهَارَ نُشُوْرًا ۟
૪૭. અને તે જ છે, જેણે રાતને તમારા માટે પરદો બનાવ્યો અને નિંદ્રાને રાહત બનાવી અને દિવસને ઉઠવાનો સમય બનાવ્યો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَهُوَ الَّذِیْۤ اَرْسَلَ الرِّیٰحَ بُشْرًاۢ بَیْنَ یَدَیْ رَحْمَتِهٖ ۚ— وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً طَهُوْرًا ۟ۙ
૪૮. અને તે જ છે, જે પોતાની રહેમત (વરસાદ) આવતા પહેલા ખુશખબરી આપનારી હવાઓને મોકલે છે અને અમે જ આકાશ માંથી સ્વચ્છ પાણી વરસાવીએ છીએ.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لِّنُحْیِ بِهٖ بَلْدَةً مَّیْتًا وَّنُسْقِیَهٗ مِمَّا خَلَقْنَاۤ اَنْعَامًا وَّاَنَاسِیَّ كَثِیْرًا ۟
૪૯. જેથી અમે પાણી વડે નિષ્પ્રાણ શહેરને જીવિત કરી દઇએ અને અમે તેનાથી અમારા સર્જન માંથી ઘણા ઢોરોને અને માનવીઓને પીવડાવીએ છીએ.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَقَدْ صَرَّفْنٰهُ بَیْنَهُمْ لِیَذَّكَّرُوْا ۖؗ— فَاَبٰۤی اَكْثَرُ النَّاسِ اِلَّا كُفُوْرًا ۟
૫૦. અમે આ વાતને તેમની વચ્ચે અલગ-અલગ રીતે વર્ણન કરી છે, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે, પરંતુ તો પણ ઘણા લોકો કૃતઘ્ની બનીને રહ્યા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَوْ شِئْنَا لَبَعَثْنَا فِیْ كُلِّ قَرْیَةٍ نَّذِیْرًا ۟ؗۖ
૫૧. જો અમે ઇચ્છતા તો દરેક વસ્તી માટે એક સચેત કરનાર (પયગંબર) મોકલતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَا تُطِعِ الْكٰفِرِیْنَ وَجَاهِدْهُمْ بِهٖ جِهَادًا كَبِیْرًا ۟
૫૨. બસ! (હે પયગંબર) તમે આ કાફિરોનું કહ્યું ન માનશો, અને આ કુરઆન દ્વારા તેમની સાથે પૂરી શક્તિ સાથે જિહાદ કરો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَهُوَ الَّذِیْ مَرَجَ الْبَحْرَیْنِ هٰذَا عَذْبٌ فُرَاتٌ وَّهٰذَا مِلْحٌ اُجَاجٌ ۚ— وَجَعَلَ بَیْنَهُمَا بَرْزَخًا وَّحِجْرًا مَّحْجُوْرًا ۟
૫૩. અને તે જ છે, જેણે બે સમુદ્રોને એકબીજા સાથે ભેળવી રાખ્યા છે, જેમાંથી એકનું પાણી ગળ્યું અને મીઠું છે અને બીજાનું પાણી ખારુ અને કડવું છે, અને તે બન્ને વચ્ચે એક પરદો અને મજબૂત ઓટ કરી દીધી.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَهُوَ الَّذِیْ خَلَقَ مِنَ الْمَآءِ بَشَرًا فَجَعَلَهٗ نَسَبًا وَّصِهْرًا ؕ— وَكَانَ رَبُّكَ قَدِیْرًا ۟
૫૪. તે છે, જેણે પાણી (ટીપાં) વડે માનવીનું સર્જન કર્યું, પછી (પતિપત્ની) દ્વારા ખાનદાન અને સાસરિયા સંબંધ વાળો બનાવ્યો, અને તમારો પાલનહાર (દરેક વસ્તુ પર) કુદરત ધરાવે છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَیَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُهُمْ وَلَا یَضُرُّهُمْ ؕ— وَكَانَ الْكَافِرُ عَلٰی رَبِّهٖ ظَهِیْرًا ۟
૫૫. આ લોકો અલ્લાહને છોડીને તેમની બંદગી કરે છે, જે ન તો તેમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને ન તો કોઈ નુકસાન અને કાફિર તો પોતાના પાલનહાર વિરુદ્ધ (શેતાનની) મદદ કરવાવાળા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ហ្វូរកន
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី - សន្ទស្សន៍នៃការបកប្រែ

បានបកប្រែដោយរ៉ាប៊ីឡាអាល់អ៊ូមរី។ បានអភិវឌ្ឍដោយការត្រួតពិនិត្យរបស់មជ្ឈមណ្ឌលបកប្រែរ៉ូវ៉ាទ។

បិទ