Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ហ្វូរកន   អាយ៉ាត់:
اِذَا رَاَتْهُمْ مِّنْ مَّكَانٍ بَعِیْدٍ سَمِعُوْا لَهَا تَغَیُّظًا وَّزَفِیْرًا ۟
૧૨. જ્યારે તે આગ તેમને દૂરથી જોશે, તો તેઓ તેના ગુસ્સાને અને તેના આવેશના અવાજને સાંભળી લેશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِذَاۤ اُلْقُوْا مِنْهَا مَكَانًا ضَیِّقًا مُّقَرَّنِیْنَ دَعَوْا هُنَالِكَ ثُبُوْرًا ۟ؕ
૧૩. અને જ્યારે આ લોકો જહન્નમની કોઈ સાંકળી જગ્યાએ ફેંકી દેવામાં આવશે, તો તેઓ ત્યાં પોતાના માટે મૃત્યુની ઇચ્છા કરશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لَا تَدْعُوا الْیَوْمَ ثُبُوْرًا وَّاحِدًا وَّادْعُوْا ثُبُوْرًا كَثِیْرًا ۟
૧૪. (તે સમયે તેમને કહેવામાં આવશે) આજે એક જ મૃત્યુને ન પોકારો, પરંતુ ઘણા મૃત્યુને પોકારો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قُلْ اَذٰلِكَ خَیْرٌ اَمْ جَنَّةُ الْخُلْدِ الَّتِیْ وُعِدَ الْمُتَّقُوْنَ ؕ— كَانَتْ لَهُمْ جَزَآءً وَّمَصِیْرًا ۟
૧૫. તમે તેમને સવાલ કરો કે શું આ પરિણામ સારુ છે અથવા તે હંમેશાવાળી જન્નત, જેનું વચન ડરવાવાળાઓને આપવામાં આવ્યું છે? જે તેમના નેક અમલનો બદલો છે અને તે જન્નત તેમનું અંતિમ સ્થાન છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لَهُمْ فِیْهَا مَا یَشَآءُوْنَ خٰلِدِیْنَ ؕ— كَانَ عَلٰی رَبِّكَ وَعْدًا مَّسْـُٔوْلًا ۟
૧૬. ત્યાં તેમની જે ઈચ્છા હશે, તેમના માટે ત્યાં હાજર હશે, તેઓ તેમાં હંમેશા રહેશે, આ તો તમારા પાલનહારના શિરે વચન છે, જે પૂરું થવાનું જ છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَیَوْمَ یَحْشُرُهُمْ وَمَا یَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ فَیَقُوْلُ ءَاَنْتُمْ اَضْلَلْتُمْ عِبَادِیْ هٰۤؤُلَآءِ اَمْ هُمْ ضَلُّوا السَّبِیْلَ ۟ؕ
૧૭. અને જે દિવસે અલ્લાહ તઆલા તેમને અને જેમને તેઓ અલ્લાહ સિવાય પૂજતા રહ્યા, તેમને ભેગા કરી પૂછશે કે શું તમે મારા આ બંદાઓને ગુમરાહ કર્યા હતા, અથવા આ લોકો પોતે જ માર્ગથી ભટકી ગયા હતા?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالُوْا سُبْحٰنَكَ مَا كَانَ یَنْۢبَغِیْ لَنَاۤ اَنْ نَّتَّخِذَ مِنْ دُوْنِكَ مِنْ اَوْلِیَآءَ وَلٰكِنْ مَّتَّعْتَهُمْ وَاٰبَآءَهُمْ حَتّٰی نَسُوا الذِّكْرَ ۚ— وَكَانُوْا قَوْمًا بُوْرًا ۟
૧૮. તે જવાબ આપશે કે તારી હસ્તી પવિત્ર છે, અમારા માટે આ યોગ્ય ન હતું કે તારા વગર કોઈને અમે કારસાજ બનાવતા, વાત એવી છે કે તેં તેમને અને તેમના પૂર્વજોને સુખી જીવન આપ્યું, ત્યાં સુધી કે તેઓ તારી શિખામણને ભૂલાવી બેઠા, આ લોકો નષ્ટ થવાના જ હતાં.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَقَدْ كَذَّبُوْكُمْ بِمَا تَقُوْلُوْنَ ۙ— فَمَا تَسْتَطِیْعُوْنَ صَرْفًا وَّلَا نَصْرًا ۚ— وَمَنْ یَّظْلِمْ مِّنْكُمْ نُذِقْهُ عَذَابًا كَبِیْرًا ۟
૧૯. (હે કાફિરો) તે દિવસે તમારા પૂજ્યો તમને જુઠલાવી દેશે, પછી ન તો તમે અઝાબને ટાળી શકશો અને ન તો તમારી મદદ કરવામાં આવશે અને જે લોકો જુલમ કરી રહ્યા છે, તેમને અમે સખત અઝાબ આપીશું.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَاۤ اَرْسَلْنَا قَبْلَكَ مِنَ الْمُرْسَلِیْنَ اِلَّاۤ اِنَّهُمْ لَیَاْكُلُوْنَ الطَّعَامَ وَیَمْشُوْنَ فِی الْاَسْوَاقِ ؕ— وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً ؕ— اَتَصْبِرُوْنَ ۚ— وَكَانَ رَبُّكَ بَصِیْرًا ۟۠
૨૦. અમે તમારા પહેલા જેટલા પયગંબર મોકલ્યા, સૌ ભોજન કરતા હતાં અને બજારોમાં પણ હરતાં-ફરતાં હતાં અને અમે તમારા માંથી દરેકને એક-બીજા માટે કસોટીનું કારણ બનાવી દીધા, તો શું (હે મુસલમાનો!) તમે કાફિરોના (મહેણાં ટોણાં પર) સબર કરશો? અને તમારો પાલનહાર બધું જ જોઈ રહ્યો છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ហ្វូរកន
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី - សន្ទស្សន៍នៃការបកប្រែ

បានបកប្រែដោយរ៉ាប៊ីឡាអាល់អ៊ូមរី។ បានអភិវឌ្ឍដោយការត្រួតពិនិត្យរបស់មជ្ឈមណ្ឌលបកប្រែរ៉ូវ៉ាទ។

បិទ