Check out the new design

আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - ৰাবীলা উমৰী * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

অৰ্থানুবাদ ছুৰা: আল-মু'মিনূন   আয়াত:

અલ્ મુઅમિનૂન

قَدْ اَفْلَحَ الْمُؤْمِنُوْنَ ۟ۙ
૧. નિ:શંક આ ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી.
আৰবী তাফছীৰসমূহ:
الَّذِیْنَ هُمْ فِیْ صَلَاتِهِمْ خٰشِعُوْنَ ۟ۙ
૨. જેઓ પોતાની નમાઝોને ખશૂઅ (એકાગ્રતા) સાથે પઢે છે.
আৰবী তাফছীৰসমূহ:
وَالَّذِیْنَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُوْنَ ۟ۙ
૩. જેઓ બકવાસ વાતોથી દૂર રહે છે.
আৰবী তাফছীৰসমূহ:
وَالَّذِیْنَ هُمْ لِلزَّكٰوةِ فٰعِلُوْنَ ۟ۙ
૪. જેઓ ઝકાત આપતા રહે છે.
আৰবী তাফছীৰসমূহ:
وَالَّذِیْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَ ۟ۙ
૫. જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરે છે.
আৰবী তাফছীৰসমূহ:
اِلَّا عَلٰۤی اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَاِنَّهُمْ غَیْرُ مَلُوْمِیْنَ ۟ۚ
૬. પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી.
আৰবী তাফছীৰসমূহ:
فَمَنِ ابْتَغٰی وَرَآءَ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الْعٰدُوْنَ ۟ۚ
૭. જો આ સિવાય બીજો કોઈ તરીકો અપનાવશે તો આવા લોકો જ હદ વટાવી દેનાર છે.
আৰবী তাফছীৰসমূহ:
وَالَّذِیْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَعَهْدِهِمْ رٰعُوْنَ ۟ۙ
૮. જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરે છે.
আৰবী তাফছীৰসমূহ:
وَالَّذِیْنَ هُمْ عَلٰی صَلَوٰتِهِمْ یُحَافِظُوْنَ ۟ۘ
૯. જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે.
আৰবী তাফছীৰসমূহ:
اُولٰٓىِٕكَ هُمُ الْوٰرِثُوْنَ ۟ۙ
૧૦. આ જ લોકો વારસદાર છે.
আৰবী তাফছীৰসমূহ:
الَّذِیْنَ یَرِثُوْنَ الْفِرْدَوْسَ ؕ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
૧૧. જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે.
আৰবী তাফছীৰসমূহ:
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ سُلٰلَةٍ مِّنْ طِیْنٍ ۟ۚ
૧૨. નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું.
আৰবী তাফছীৰসমূহ:
ثُمَّ جَعَلْنٰهُ نُطْفَةً فِیْ قَرَارٍ مَّكِیْنٍ ۪۟
૧૩. પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ (માતાના ગર્ભમાં) મૂકી દીધું.
আৰবী তাফছীৰসমূহ:
ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظٰمًا فَكَسَوْنَا الْعِظٰمَ لَحْمًا ۗ— ثُمَّ اَنْشَاْنٰهُ خَلْقًا اٰخَرَ ؕ— فَتَبٰرَكَ اللّٰهُ اَحْسَنُ الْخٰلِقِیْنَ ۟ؕ
૧૪. પછી ટીપાને જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર માંસ ચઢાવી દીધું, પછી અમે તેનું સર્જન બીજી બનાવટમાં કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે.
আৰবী তাফছীৰসমূহ:
ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَیِّتُوْنَ ۟ؕ
૧૫. ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો.
আৰবী তাফছীৰসমূহ:
ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ تُبْعَثُوْنَ ۟
૧૬. પછી, નિ:શંક તમને સૌને કયામતના દિવસે ફરીવાર ઉઠાડવામાં આવશે.
আৰবী তাফছীৰসমূহ:
وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآىِٕقَ ۖۗ— وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غٰفِلِیْنَ ۟
૧૭. અમે તમારા ઉપર સાત આકાશો બનાવ્યા અને અમે સર્જનથી ગાફિલ નથી.
আৰবী তাফছীৰসমূহ:
 
অৰ্থানুবাদ ছুৰা: আল-মু'মিনূন
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - ৰাবীলা উমৰী - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

ইয়াক ৰাবিলা আল-উমৰীয়ে অনুবাদ কৰিছে। মৰ্কজ ৰুৱাদুত তাৰ্জামাৰ তত্ত্বাৱধানত ইয়াক উন্নীত কৰা হৈছে।

বন্ধ