Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់កសស   អាយ៉ាត់:
وَلَمَّا تَوَجَّهَ تِلْقَآءَ مَدْیَنَ قَالَ عَسٰی رَبِّیْۤ اَنْ یَّهْدِیَنِیْ سَوَآءَ السَّبِیْلِ ۟
૨૨. અને જ્યારે મદયન તરફ ગયા તો કહેવા લાગ્યા, આશા છે કે મારો પાલનહાર મને સીધા માર્ગે લઇ જશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَمَّا وَرَدَ مَآءَ مَدْیَنَ وَجَدَ عَلَیْهِ اُمَّةً مِّنَ النَّاسِ یَسْقُوْنَ ؗ۬— وَوَجَدَ مِنْ دُوْنِهِمُ امْرَاَتَیْنِ تَذُوْدٰنِ ۚ— قَالَ مَا خَطْبُكُمَا ؕ— قَالَتَا لَا نَسْقِیْ حَتّٰی یُصْدِرَ الرِّعَآءُ ٚ— وَاَبُوْنَا شَیْخٌ كَبِیْرٌ ۟
૨૩. પછી જ્યારે મદયનના કુવા પાસે પહોંચ્યા, તો જોયું કે ઘણા લોકો (પોતાના જાનવરોને) પાણી પીવડાવી રહ્યા છે અને દૂર બે સ્ત્રીઓ (પોતાની બકરીઓને) અલગ લઇ ઊભી રહી છે, મૂસાએ તેમને પૂછ્યું કે તમને શું મુશ્કેલી છે? તે બન્નેએ કહ્યું કે જ્યાં સુધી આ ચરાવનાર પાછા ન જાય ત્યાં સુધી અમે પાણી પીવડાવી શકતા નથી અને અમારા પિતા ઘણા વૃદ્વ છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَسَقٰی لَهُمَا ثُمَّ تَوَلّٰۤی اِلَی الظِّلِّ فَقَالَ رَبِّ اِنِّیْ لِمَاۤ اَنْزَلْتَ اِلَیَّ مِنْ خَیْرٍ فَقِیْرٌ ۟
૨૪. બસ! મૂસાએ તે ઢોરોને પાણી પીવડાવી દીધું, પછી છાંયડામાં આવી બેસી ગયા અને કહેવા લાગ્યા કે હે પાલનહાર! તું જે કંઇ પણ ભલાઇ મારી તરફ ઉતારે હું તેનો મોહતાજ છું.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَجَآءَتْهُ اِحْدٰىهُمَا تَمْشِیْ عَلَی اسْتِحْیَآءٍ ؗ— قَالَتْ اِنَّ اَبِیْ یَدْعُوْكَ لِیَجْزِیَكَ اَجْرَ مَا سَقَیْتَ لَنَا ؕ— فَلَمَّا جَآءَهٗ وَقَصَّ عَلَیْهِ الْقَصَصَ ۙ— قَالَ لَا تَخَفْ ۫— نَجَوْتَ مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
૨૫. એટલા માંજ તે બન્ને સ્ત્રીઓ માંથી એક સ્ત્રી તેમની તરફ શરમાઇને આવી અને કહેવા લાગી કે તમે અમારી બકરીઓને જે પાણી પીવડાવ્યું છે, એટલા માટે અમારા પિતા તમને બોલાવે છે, જેથી તમને તેનું વળતર આપે. જ્યારે મૂસા તેમની પાસે પહોંચ્યા અને તેમની સામે પોતાની સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું, તો તે કહેવા લાગ્યા હવે ડરો નહીં, તમે તે જાલિમ કોમથી બચી ગયા છો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَتْ اِحْدٰىهُمَا یٰۤاَبَتِ اسْتَاْجِرْهُ ؗ— اِنَّ خَیْرَ مَنِ اسْتَاْجَرْتَ الْقَوِیُّ الْاَمِیْنُ ۟
૨૬. તે બન્ને માંથી એકે કહ્યું, પિતાજી! તમે તેમને મજૂરી માટે રાખી લો, કારણકે જેને તમે મજૂરી માટે રાખશો, તેમના માંથી સૌથી શ્રેષ્ઠ તે છે, જે તાકાતવાળો અને નિષ્ઠાવાન હોય.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ اِنِّیْۤ اُرِیْدُ اَنْ اُنْكِحَكَ اِحْدَی ابْنَتَیَّ هٰتَیْنِ عَلٰۤی اَنْ تَاْجُرَنِیْ ثَمٰنِیَ حِجَجٍ ۚ— فَاِنْ اَتْمَمْتَ عَشْرًا فَمِنْ عِنْدِكَ ۚ— وَمَاۤ اُرِیْدُ اَنْ اَشُقَّ عَلَیْكَ ؕ— سَتَجِدُنِیْۤ اِنْ شَآءَ اللّٰهُ مِنَ الصّٰلِحِیْنَ ۟
૨૭. તે વૃદ્વે કહ્યું, (મૂસા) હું મારી બન્ને દિકરીઓ માંથી એકને તમારી સાથે લગ્ન કરાવવા ઇચ્છું છું, તેની (મહેર) આઠ વર્ષ સુધી મારી પાસે કામ કરશો, હાં તમે દસ વર્ષ પૂરા કરો તો તે તમારા તરફથી ઉપકાર રૂપે હશે, હું એવું ક્યારેય નથી ઇચ્છતો કે તમને કોઈ તકલીફ આપું, અલ્લાહ ઇચ્છશે તો તમે મને શુભેચ્છક પામશો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ ذٰلِكَ بَیْنِیْ وَبَیْنَكَ ؕ— اَیَّمَا الْاَجَلَیْنِ قَضَیْتُ فَلَا عُدْوَانَ عَلَیَّ ؕ— وَاللّٰهُ عَلٰی مَا نَقُوْلُ وَكِیْلٌ ۟۠
૨૮. મૂસાએ કહ્યું, તો આ વાત મારી અને તમારી વચ્ચે નક્કી થઇ ગઇ, હું તે બન્ને સમયગાળા માંથી જે સમય પણ પૂરો કરું, મારા પર કોઈ અતિરેક ન થાય, આપણે જે કંઇ પણ કહી રહ્યા છે, તેના પર અલ્લાહ (સાક્ષી અને) વ્યવસ્થાપક છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់កសស
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី - សន្ទស្សន៍នៃការបកប្រែ

បានបកប្រែដោយរ៉ាប៊ីឡាអាល់អ៊ូមរី។ បានអភិវឌ្ឍដោយការត្រួតពិនិត្យរបស់មជ្ឈមណ្ឌលបកប្រែរ៉ូវ៉ាទ។

បិទ